આઈ. ટી. આઈ. સરખેજ. મિકેનિક મોટર વ્હિકલ. Challenges of Skill Development in India – Press Information Bureau.
ધોરણ 10 પછી આઈ. ટી. આઈ કેમ ?. નમસ્કાર મિત્રો , હાલ આખી દુનિયામાં વિકસિત અને વિકાસશીલ અને અવિકસિત દેશો માં VET અને TVET પ્રકારના અભ્યાક્રમો ચાલે છે , જે અભ્યાસક્રમો ઉપરના તમામ પ્રકારના દેશો ની વિકાસ ની હરણફાળ દોડમાં ઉપયોગી છે. તો ચાલો આપને જોઈએ કે આ અભ્યાસક્રમો શું છે ? VET એટલે Vocational Education and Training ( વ્યવસાયિક અભ્યાસ અને તાલીમ ) TVET એટલે Technical and Vocational Education and Traning ( તાંત્રિક અને વ્યવસાયિક અભ્યાસ અને તાલીમ ).
વર્તમાન સમય માં હાલમાં દેશોની વિકાસની હરણફાળ હરીફાઈના કારણે TVET ના અભ્યાસક્રમો ટેક્નિકલ માણસોની જરૂરિયાતના કારણે આખી દુનિયામાં પ્રચલિત થયાં છે. આ તમામ પ્રકારના અભ્યાસક્રમો આઈ. ટી. આઈ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ 8 પાસ કે 10 પાસ પછી અલગ અલગ કોર્સમાં એડમિશન લઇ શકે છે. આઈ ટી આઈ માં TVET અનુસાર ટેક્નિકલ વ્યવસાયિક અભ્યાસમાં જેતે ટ્રેડ ( જેવા કે મિકેનિક મોટર વ્હિકલ , ફીટર , ઇલેક્ટ્રિશિયન , પ્લમ્બર , કાર્પેન્ટર , મશીનિષ્ટ )ના થિયરી , ડ્રોઈંગ અને વર્કશોપ કેલકયુલેશન જેવા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે અને ત્યારબાદ રોજ઼ના 4 કલાક જેતે વિષયની પ્રાયોગિક ( પ્રેક્ટિકલ ) તાલીમ આપવામાં આવે છે જેમાં તાલીમાર્થીઓ અલગ અલગ પ્રકારના ટુલ્સ , ઇકવીપમેન્ટનો ઉપયોગ કરીને કામ કરે છે..
મિકેનિક મોટર વ્હિકલ. આ ટ્રેડમાં ૧૦ પાસ ઉપર પ્રવેશ લઈને તમે ઑટોમોબાઇલ વિશે જાણી શકો છો જેમાં વાહનનું સર્વિસ, રિપેરિંગ , સારસંભર , રખરખાવ , તેમજ તેનું ટેક્નિકલ જ્ઞાન મેળવી શકો છો આ કોર્ષ પૂર્ણ કર્યા બાદ દુનિયાની મોટી ઑટોમોબાઇલ કંપની જેવી કે ટાટા , મારુતિ, ટોયોટા , હોન્ડા , ફોર્ડ વગેરે કંપનીમાં તમે રોજગારી મેળવી શકો છો. સ્વ- રોજગારીના ભાગરૂપે પોતાનો વ્યવસાય સ્થાપી શકો છો. જેમ કે. ઓટો ગેરેજ , ઓટો ઇલેક્ટ્રીકલની રિપેરિંગ શોપ , વર્કશોપ , વ્હીલ એલાઈજમેન્ટ શોપ , કારવોશ સર્વિસ સ્ટેશન વગેરે તમે ખોલી શકો છો..
મિકેનિક મોટર વ્હિકલ. તો આપ પણ રાહ જોયા વગર એકવાર આપની નજીક ની આઈ. ટી. આઈ. સરખેજની મુલાકાત લો અને મિકેનિક મોટર વ્હિકલ માં એડમિશન લઈ આપણું ભવિષ્ય સુરક્ષિત કરો..